'' ઈ-ન્યુઝ લેટર ''
 
   
 
નગરપાલિકાની વેબસાઈટ દવારા ઓન લાઈન ટેકસ પેમેન્ટ અંગેની સુવિધા:
 
 
ગાંધીધામ નગરપાલિકા ધ્વારા આઈ.સી.આઈ.સી બેંક સાથે લોકભાગીદારીથી નગરપાલિકાની વેબસાઈટ www.gandhidhamnagarpalika.org ડેવલપ કરવામાં આવેલ છે. જે વેબસાઈટ ઉપરથી નગરપાલિકાના ટેકસ ઓનલાઈન ભરવાની સુવિધા ઉપલબ્ધ છે. આ સુવિધા નાગરીકોને ધેર બેઠા ટેકસ પેમેન્ટ કરવાની સુવિધા પુરી પાડે છે. તેમજ ટેકસ ભરવા માટેની લાંબી લાઈનમાં ઉભા રહેવામાંથી મુકિત અપાવે છે.
 
 
નગરપાલિકાની વેબસાઈટ દવારા ઓન લાઈન ફરીયાદ નોધાવાની સુવિધા:
 
 
ગાંધીધામ નગરપાલિકાની જુદી જુદી કામગીરીને લગતી ફરીયાદ નોંધાવવા માટે નગરપાલિકાની વેબસાઈટ www.gandhidhamnagarpalika.org ઉપર સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. જેમા નાગરીકો દવારા ફરીયાદ નોંધાવવાથી લાગતા વળગતા કર્મચારીને એસ.એમ.એસ.દવારા ફરીયાદની જાણ થાય છે અને તાત્કાલિક ફરીયાદનો નિકાલ થાય છે. વધુમા આ ફરીયાદ નંબર ફરીયાદ કરનારને પણ એસ.એમ.એસ દવારા જાણ થાય છે. આ સુવિધાના કારણે નગરપાલિકામાં રજુ થયેલ ફરીયાદના નિકાલ બાબતે યોગ્ય મોનેટરીંગ પણ થઈ શકે છે. અને નાગરીકો દવારા તેમની અનુકુળતાએ ફરીયાદ નોંધાવી શકાય છે.
 
 
રીસાઈકલીંગ ઓફ સ્વેઝ વોટર :
 
 
ગાંધીધામ-આદિપુર શહેરમાં દૈનિક રીતે ઉત્પન્ન થતા ભુર્ગભ ગટરના પાણી (સ્વેઝ વોટર) નું રીસાઈકલીંગ કરી તેનો ઈન્ડસ્ટ્રીયલ ઉપયોગ કરવા માટે દૈનિક ૩૦ એમ.એલ.ડી. સ્વેઝ વોટરના જથ્થા માટે વેલસ્પન ઈન્ડીયા સાથે તા. ર૩/૧ર/ર૦૧૩ ના કરારનામુ કરેલ છે અને કરારનામાની શરતો મુજબ તેઓ ધ્વારા ૪૦ પૈસા પ્રતિ કીલોલીટર પ્રમાણે નગરપાલિકાને વળતરરૂપે ચુકવશે.વેલ્સ્પન ઈન્ડીયા ધ્વારા આ પ્રોજેકટ કરારનામાની તારીખથી ર૪ મહીનામાં પૂર્ણ કરવામાં આવશે.
 
 
આ પ્રોજેકટ દવારા વેલ્સ્પન કંપની ધ્વારા હાલની ભુર્ગભ યોજનાથી જયાં જયા સ્વેઝ વોટર લીકેજ થઈ વરસાદી નાલાઓ તથા ખાડીમાં જઈ રહેલ છે તે પોકેટસ બંધ કરી તમામ સ્વેઝ વોટર કર્વડ પધ્ધતિથી તેમના વરસામેડી ખાતેના પ્લાન્ટ પર લઈ જવામાં આવશે. જેના કારણે જાહેરમાં વહેતા દુષ‍િત ભુર્ગભ ગટરના પાણીથી થતી ગંદકી અને રોગચાળા ઉપર રોડ લગાવી શકાશે નગરપાલિકાને વાર્ષિક રૂ. ૪૩.૮૦ લાખની રેવન્યુ ઉપલબ્ધ થશે અને દર ૩ વર્ષે અગાઉના દર ઉપર ૩% નો વધારો વેલ્સ્પન ઈન્ડીયા ધ્વારા નગરપાલિકાને ચુકવવામાં આવશે. કરારનામાની શરતો મુજબ કંપની ધ્વારા પર્યાવરણની સુરક્ષા માટે પ૦૦ વૃક્ષો લગાડવામાં આવશે.
આ સુવિધા શરૂ કર્યેથી સમગ્ર નગરપાલિકા વિસ્તારના નાગરિકોને તેનો લાભ મળશે તથા જાહેરમાં વહેતા દુષ‍િત ભુર્ગભ ગટરના પાણીથી થતી ગંદકી અને રોગચાળા ઉપર રોક લગાવી શકાશે.
વેલ્સ્પન ઈન્ડીયાને તેમના વિવિધ ઈન્ડસ્ટ્રીયલ ઉપયોગ માટે પાણીની ફરજીયાત જરૂર રહેવાની છે અને કચ્છમાં પાણીનો કોઈ રીલાયેબલ સ્ત્રોત ન હોવાના કારણે સમગ્ર કચ્છ નર્મદા પાઈપલાઈન આધારીત જળ પર આધાર રાખતો હોઈ વેલ્સ્પન ઈન્ડીયાને પાણીની ખેંચ સતત રહેવાની છે જેના ઓવરકમ માટે કંપની માટે આ પ્રોજેકટ ખુબ જ મહત્વનો અને જરૂરી છે.