શહેરની ખાસ બાબત
 
     
     
 
    ગાંધીધામ નગરપાલિકા ''અ'' વર્ગની નગરપાલિકા છે જેની વર્ષ-ર૦૧૧ ની વસ્તી ગણતરી પ્રમાણે ર૪૮૦૦૦ થી વધારે નગરજનોની વસ્તી ધરાવતું શહેર છે અને આ શહેરનો કુલ વિસ્તાર ર૯.પ કિ.મી. માં પથરાયેલો છે. કચ્છ જીલ્લાના ગાંધીધામ તાલુકામાં મધ્ય દિશામાં આવેલ રાષ્ટ્રીય ધોરી માર્ગ થી ૦૦ કિમીના અંતરે આવેલું છે અને આ શહેરમાં નગરપાલિકાનું વહીવટી તંત્ર ગોઠવાયેલ છે. આ શહેરના ત્રણ મુખ્ય પ્રવેશ માર્ગો છે. પ્રથમ પ્રવેશ માર્ગ ઉતર દિશામાં આવેલ છે જયારે બીજો દક્ષિણ તરફ જોડાયલો છે અને ત્રીજો પશ્વિમ બાજુ આવેલો છે. પ્રથમ માર્ગ ભચાઉ શહેરને જોડે છે આ નગર શહેર થી ૩૩ કિ.મી. ના અંતરે આવેલ છે. બીજી દિશાનો પ્રવેશમાર્ગ મુન્દ્રા શહેરને જોડે છે અને જે શહેર થી પ૬ કિ.મી. ના અંતરે આવેલ છે અને જયારે ત્રીજો માર્ગ ૧૭ કિ.મી. ના અંતરે અંજાર શહેરને જોડે છે. શહેરની અડધી જમીન રેતાળ મોરમ વાળી છે અને તેની આસપાસની જમીન આજ પ્રકારની જોવા મળે છે. શહેરની મોટા ભાગની વસ્તીનો વ્યવસાય નોકરી, ટ્રાન્સ્પોર્ટ તેમજ મીઠા ઉધોગને આધારતિ છે, જયારે કેટલાક લોકો વેપાર કરે છે અને લોકો ઉધોગ સાથે સંકળાયેલા છે. શહેરમાં પશુધનની સંખ્યા પણ જોવા મળે છે અને પશુઓ દુધાળ ઢોર છે. ઘણા લોકો દુધનો વ્યવસાય પણ સારી રીતે કરે છે. આદિપુર શહેરમાં ગાંધીજીની સમાધી તેમજ સંત લીલાશાહની સમાધી પણ આવેલ છે. ૧ર ફેબ્રુઆરી ગાંધીધામ શહેરના સ્થાપના દિન તરીકે ઉજવવામાં આવે છે. આ પ્રસંગ સમગ્ર નગરજનો માટે આનંદ-ઉલ્લાસનો પ્રસંગ હોય છે. વતનપ્રેમ, ત્યાગભાવના તથા પચરંગી નગરજનો માટે કચ્છ જીલ્લામાં ગાંધીધામ શહેરનું આગવું સ્થાન છે.