ભૌગોલિક મહત્વ
 
     
     
      સ્થાન  
 
     ગાંધીધામ શહેર ભુમધ્ય રેખા પર ર૩.૦૮ ઉ અક્ષાંશ, ૭૦.૧૩ પૂર્વ રેખાંશ માં આવેલ છે. ગાંધીધામ શહેર વાસ્તુશાસ્ત્ર ને અનુરૂપ નિર્માણ પામેલ છે. ગાંધીધામ શહેરનો મુખ્ય દવાર પૂર્વાભીમુખ છે.
 
     
       હવામાન  
 
     ગાંધીધામ શહેરનું હવામાન ઉનાળાના સમયે ખુબજ તપે છે અને વાતાવરણ સુકું અને ગરમ રહે છે. શહેરનું હવામાન ઉનાળાના સમયે ૪૪.૮ સેન્ટીગ્રેડ જેટલું ઉષ્ણ રહે છે અને શિયાળાના સમયે ૩.૦ સેન્ટીગ્રેડ જેટલું શીતળ રહે છે.
 
     
      વરસાદ  
 
     ૮પ% જેટલો વરસાદ દક્ષિણ-પશ્વિમના ચોમાંસામાં એટલે કે જુન થી સપ્ટેમ્બર માસ દરમ્યાન પડે છે. આ જોડીયાં શહેરનો સરેરાશ વરસાદ ૩૬પ એમ.એમ. છે. જયારે ર૦૦૧ ના ભુકંપ બાદ સરેરાશ વરસાદમાં ખુબ જ સુધારો થયેલ હોય ૪૮૩ એમ.એમ. જેટલો વરસાદ પડે છે.