ઈતિહાસ તથા સ્થાપત્ય
 
     
     
 
     ૧૯૪૭માં જયારે ભારત-પાકિસ્તાનના ભાગલા થયા ત્યારે સિન્ધ પ્રાંતમાંથી ઘણી મોટી સંખ્યામાં લોકો ભારતમાં આવેલા. મહારાજ શ્રી વિજયરાજજી ખેંગારજી જાડેજાએ ગાંધીજીની સલાહ પ્રમાણે શ્રી ભાઈપ્રતાપ દિયલદાસને ૧પ૦૦૦ એકર જમીન ફાળવી અને શ્રી ભાઈપ્રતાપે તે લોકો જે સિન્ધ પ્રાંતમાંથી આવેલા હતા તેઓને વસવાટ માટે ''સિન્ધુ રીસેટલમેન્ટ કોર્પોરેશન''ની સ્થાપના કરી જે ''એસ.આર.સી.'' તરીકે પણ જાણીતું છે. આ કોર્પોરેશનની સ્થાપના સમયે ચેરમેન તરીકે શ્રી આચાર્ય કિ્રપલાણી અને મેનેજીંગ ડાયરેકટર તરીકે શ્રી ભાઈપ્રતાપ દિયલદાસ હતા. પાયાના પથ્થરની સ્થાપના મહાત્મા ગાંધીજીના આશીર્વાદ થી કરવામાં આવેલ અને એટલે જ શહેરનું નામ મહાત્મા ગાંધી પરથી રાખવામાં આવેલ.
શહેરની સ્થાપના સમયે આ ઉજજડ વિસ્તારમાં અસંખ્ય સર્પ અને વીંછી આવેલા હતા અને એટલે જ ભાઈપ્રતાપે ફરમાન કરેલું કે, આ વિસ્તારમાં જે વ્યકિત વીંછીને મારીને લઈ આવશે તેને રપ-પૈસા અને સર્પને મારીને લાવશે તેને પ૦-પૈસા આપવામાં આવશે.
 
     
 
     ગાંધીધામ સંકુલની બાજુમાં કંડલા બંદર તેમજ કંડલા ફ્રી-ટ્રેડ ઝોન પણ આવેલ છે અને આ સંકુલનો મોટા ભાગનો વિકાસ તેમજ ઉધોગ કંડલા બંદરને આધારીત છે. કંડલા ફ્રી-ટ્રેડ ઝોનમાં ઘણી બધી મેન્ફુફેકચરીંગ કંપનીઓ પણ આવેલ છે અને જેના કારણે આ સંકુલમાં વસતા લોકોને રોજગારી પણ મળી રહે છે. ગાંધીધામ સંકુલની સ્થાપના સમયે ગંદા પાણીના નિકાલ અર્થે ખુલ્લી ડ્રેનેજ લાઈનો આવેલ હતી જે વિકાસસીલ સંકુલમાં બદલાતા સમયની સાથે ટાઉનપ્લાનીંગમાં ભુગર્ભ ગટર લાઈનોમાં સુચારૂ રૂપથી તબદીલ કરવામાં આવેલ છે. ગાંધીધામ સંકુલમાં વિસ્તારોને સેકટર તેમજ વોર્ડ સીસ્ટમ પ્રમાણે વિભાજીત કરેલ છે. વર્ષ-ર૦૦૧ માં આવેલ વિનાશક ભુકંપમાં ગાંધીધામ સંકુલને ઘણી આર્થિક અને જાનમાલની નુકશાની વેઠવી પડેલ હતી, પરંતુ ભુકંપ બાદ ગાંધીધામ સંકુલની આસપાસ નાના-મોટા ઉધોગો તેમજ મેન્યુફેકચરીંગ કંપનીઓ પોતાના ઉધોગ સ્થાપીત કરેલ હોઈ ગાંધીધામ સંકુલનો આર્થિક વિકાસ ખુબ જ ઝડપી થયો. ગાંધીધામ સંકુલમાં સિન્ધી સમુદાયનો નોંધપાત્ર ફાળો છે. આ સંકુલમાં ધંધા-રોજગાર અર્થે બહાર ગામથી પણ બહોળા પ્રમાણમાં લોકો અહીં વસવાટ કરવા આવતા હોઈ આ શહેર રાષ્ટ્રીયતાની મર્યાદાઓથી મુકત એવું કોસ્મોપોલીટન્ટ શહેર છે.