'' ઈ-ન્યુઝ લેટર ''
 
   
 
નગરપાલિકા વિસ્તારમાં ડોર ટુ ડોર ઘન કચરા કલેકશન :-
 
 
ગાંધીધામ નગરપાલિકામાં '' ડોર ટુ ડોર'' ધનકચરા કલેકશનની સુવિધા ગાંધીધામ નગરપાલિકા દવારા સમગ્ર ગાંધીધામ નગરપાલિકા વિસ્તારને સ્વચ્છ બનાવવાના ઉચ્ચ સંકલ્પ સાથે સમગ્ર નગરપાલિકા વિસ્તારમાં ધન કચરાના ૧૦૦% '' ડોર ટુ ડોર'' કલેકશનની વ્યવસ્થા કોન્ટ્રકટર દવારા ઉભી કરવામાં આવેલ છે. નગરને સ્વચ્છ બનાવવા લોક જાગૃતિના માટેના નગરપાલિકા દવારા વિવિધ પ્રયાસો કરવામાં આવેલ છે. જેમા ...
(૧) મારવાડી યુવા મંચ(ર) અગ્રવાલ સમાજ(૩) રોટરી કલબ જેવી રર જેટલી સ્વૈચ્છીક સંસ્થાઓને સાથે રાખી લોક ભાગીદારીથી ૧૧ર૩ નંગ ડસ્ટબીન વિતરણ કરવામાં આવેલ છે.
 
 
નગરપાલિકા વિસ્તારમાં એનર્જી સેવિંગ માટેના પ્રયાસો :-
 
 
ગાંધીધામ નગરપાલિકા વિસ્તારમાં ૪ર૩ જેટલી એલ.ઈ.ડી લાઈટો અને ૯ર જેટલા ઓટો ટાઈમર સ્વીચ લગાવી એનર્જી સેવિગ માટેના પ્રયત્‍નો કરવામાં આવ્યા છે. જેમા રૂ. ૩,૦૦,૩ર૬/- માસિક જેટલી વીજ બીલમાં બચત થયેલ છે.