૧૯૪૭માં જયારે ભારત-પાકિસ્તાનના ભાગલા થયા ત્યારે સિન્ધ પ્રાંતમાંથી ઘણી મોટી સંખ્યામાં લોકો ભારતમાં આવેલા. મહારાજ શ્રી વિજયરાજજી ખેંગારજી જાડેજાએ ગાંધીજીની સલાહ પ્રમાણે શ્રી ભાઈપ્રતાપ દિયલદાસને ૧પ૦૦૦ એકર જમીન ફાળવી અને શ્રી ભાઈપ્રતાપે તે લોકો જે સિન્ધ પ્રાંતમાંથી આવેલા હતા તેઓને વસવાટ માટે ''સિન્ધુ રીસેટલમેન્ટ કોર્પોરેશન''ની સ્થાપના કરી જે ''એસ.આર.સી.'' તરીકે પણ જાણીતું છે.
|